પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઇ રહેલા સતત વધારાને લીધે ઇંધણને પણ જીએસટી લાગે એવી માગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના સર્વેક્ષણ અનુસાર મોંઘવારીની બાબતે મહારાષ્ટ્ર રાજ્ય અવ્વલ આવે છે. અન્ય રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલના વપરાશ પર ૩૯ ટકા વેચાણવેરો લગાવવામાં આવી રહ્યો હોવાથી અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્રના ગ્રાહકોને વધારે પૈસા આપીને ઇંધણ ખરીદવાની નોબત આવી ગઇ છે.
ગયા વર્ષે દેશમાં જીએસટી લાગુ થયા બાદ ઇંધણ પર પણ કર વસૂલ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેને કારણે પેટ્રોલ-ડીઝલ, આલ્કોહોલ, સ્પિરિટ, સ્ટૅમ્પ ડ્યૂટિ, પ્રોપર્ટી ટેક્સ વગેરેની આવક રાજ્યોના ખાતામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલ પરનો ટેક્સ એટલે કે વૅટ અન્ય રાજ્યોમાં ૨૧થી ૨૪ ટકા છે, પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આ જ ટેક્સ ૩૯ ટકા જેટલો હોવાનું પેટ્રોલિયમ મંત્રાલયની વેબસાઇટ પર આંકડાઓને જોતા જ ખ્યાલ આવ્યો હતો. તેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર જીએસટી લાગુ કરવાની માગણી ફગાવી દીધી હોવાથી રાજ્યમાં હજુ વધુ મોંઘવારીનું વાવાઝોડું ફૂંકાશે.
છેલ્લા ત્રણ વર્ષોથી પૂરતો વરસાદ પડી રહ્યો હોવાથી સરકારે આ સેસને ચાલુ જ રાખ્યો હતો. પરિણામે તેના વેચાણ પર અને સેસના માધ્યમથી રાજ્યની તિજોરી લગભગ ૨૨ હજાર કરોડ રૂપિયા મેળવે છે અને આ આવકને સરકાર ગુમાવવા ન માગતી હોવાનું સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું હતું.