તમામ કુશળતા છતાંય કૃતિ ખરબંદા ફ્લોપ સાબિત થઇ

1260

બોલિવુડની અભિનેત્રી કૃતિ ખરબંદા દેઓલ પરિવારની ફિલ્મ યમલા પગલા દિવાના ફિર સેને લઇને ભારે આશાવાદી અને ખુશ થયેલી છે. આ ફિલ્મ હવે ૩૧મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે ફિલ્મો રહેલી છે પરંતુ હવે મોટા બેનરની ફિલ્મમાં તે નજરે પડી રહી છે. આ ફિલ્મ સાથે તેની કેરિયરમાં તેજી આવી શકે છે. ફિલ્મના નવા ભાગમાં તે નજરે પડી રહી છે.  બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. સાથે સાથે સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ છે. જો કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કતિ આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિ ગેસ્ટ ઇન લંડન ફિલ્મમાં  નજરે પડી હતી. કોમેડી ફિલ્મ લિવ ઇન   રિલેશનશીપ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી અજય દેવગનની  ફિલ્મ અતિથી તુમ કબ જાવોગે ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી. ફિલ્મમાં કાર્તિક આર્યન અને પરેશ રાવલની ભૂમિકા હતી. કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા  કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે.

Previous articleભૂલમાંથી શીખી આગળ વધી રહ્યો છુંઃબોબી દેઓલ 
Next articleયુએસ ઓપન રોમાંચક રીતે શરૂ : નડાલ, ફેડરર ફેવરીટ