આંગનવાડીની બહેનોને ભાઈબીજની ભેટ આપતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પગારવધારામાં સારો એવો વધારો કરી આપ્યો છે. આંગણવાડીની બહેનોને રૂ.૫૫૦૦થી પગાર વધારીને રૂ. ૬૩૦૦ કરી દેવાયો છે જ્યારે હેલ્પરને રૂ.૨૮૦૦થી વધારી રૂ.૩૨૦૦ કરાયા. મિની આંગણવાડી બહેનોને રૂ.૩૨૦૦થી પગાર વધારી રૂ.૩૬૦૦ કરી આપ્યો છે. આંગણવાડીની ૫૩ હજાર બહેનોને લાભ થશે.
નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ છેલ્લાં ૨૨ વર્ષથી સફળ થઈ શકી નથી. ચૂંટણી નજીક આવતાં કોગ્રેસના પત્તા ખૂલતા જાય છે. ભાજપે વિવિધ સંગઠનોના હોદ્દેદારો સાથે ચર્ચા કરી છે. પાસના કાર્યકર્તાઓ સામેના કેસ પાછા ખેંચાયા છે. કોંગ્રેસનું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. કોંગ્રેસના મુખ્ય પ્રધાનોએ ખેડૂતો પર અત્યાચાર કર્યા છે. પાટીદાર આંદોલનકારીઓ સાથે છેલ્લાં કેટલાંક સમયથી ચાલતો મનભેદ દૂર થયો. પાટીદારો પ્રત્યે કોંગ્રેસને પ્રેમ નથી.