સર ડોનાલ્ડ બ્રેડમેનને તેમના જન્મદિવસે તમામે યાદ કર્યા

1081

સદીના મહાન ક્રિકેટર સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને આજે યાદ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ બ્રેડમેનના જન્મદિવસે ગુગલે પણ યાદ કર્યા છે. ડોન બ્રેડમેનની ૧૧૦ જ્યંતિના પ્રસંગે તમામ પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોએ બ્રેડમેનને યાદ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના કોટામુનરામાં ૨૭મી ઓગસ્ટ ૧૯૦૮ના દિવસે જન્મેલા સર ડોનાલ્ડ બ્રેડમેને ટેસ્ટ ક્રિકેટમાં ૯૯.૯૪ રનની સરેરાશ સાથે રન બનાવ્યા હતા. આ સરેરાશ એટલી વધારે છે કે, આજ સુધી કોઇપણ બેટ્‌સમેન તેની આસપાસ પણ પહોંચી શક્યા નથી. બ્રેડમેનને દ ડોન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કેટલીક વખત ભારતીય ખેલાડી સચિન તેંડુલકરની સરખામણી ડોનાલ્ડ બ્રેડમેન સાથે કરવામાં આવી હતી પરંતુ સચિન પણ બ્રેડમેન સુધી સરેરાશના મામલે પહોંચી શક્યો ન હતો. બ્રેડમેને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ બેટિંગ સરેરાશ ૧૦૦ રન સાથે કરી હતી અને અંતિમ ટેસ્ટ મેચમાં ૧૦૦ રનની સરેરાશ સાથે રન કરવા માટે અંતિમ ઇનિંગ્સમાં માત્ર ૪ રનની જરૂર હતી પરંતુ ડોનાલ્ડ બ્રેડમેન અંતિમ ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયા હતા.

Previous articleવુમન્સ સિંગલ : પીવી સિંધુ જાપાનની ખેલાડીને હરાવી ફાઈનલમાં પહોંચી
Next articleસોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ