સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ

1112

 

ગીર સોમનાથ તા. ર૭,

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે આજે વહેલી સવારે ભગવાન સોમનાથ દાદાનાં પૂજન-અર્ચન કરી ધ્વજારોહણ કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ પરીવાર સાથે દર્શન-પૂજન અને મહાપુજા કરી ભગવાન સોમનાથને સૈાના કલ્યાણની પ્રાર્થના કરી હતી. ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર દ્દાદશ જ્યોતિર્લીંગનાં દર્શન-પૂજન કરી નાયબ મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી.

સોમનાથ મંદીર ખાતે મુખ્યપુજારી ધનંજયદાદા અને બ્રહ્મગણોએ નાયબ મુખ્યમંત્રીશ્રીને મહાપુજા અને ધ્વજાપુજન કરાવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિંજયસિંહ ચાવડા સાથે રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ વતી જનરલ મેનેજર ચાવડાએ મોમેન્ટો અર્પણ કરી નાયબ મુખ્યમંત્રનું સન્માન કર્યું હતું. દર્શન-પૂજન બાદ પ્રચાર માધ્યમો સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, હું દર વર્ષે શ્રાવણ માસના સોમવારે ભગવાન સોમનાથ દાદાનાં દર્શન-પૂજન માટે આવું છું તેજ રીતે આ વર્ષે દર્શન-પૂજન માટે આવ્યો છું અને આ વર્ષે ચોમાસું સારૂ થયું છે, તે આપણા સૈા અને ખાસ કરીને ખેડુતો માટે ખુબ સારૂ છે.

Previous articleસર ડોનાલ્ડ બ્રેડમેનને તેમના જન્મદિવસે તમામે યાદ કર્યા
Next articleસોમનાથમાં બ્રહ્મસમાજ દ્વારા રૂપાણીનું સ્વાગત