પાસ કન્વીનર રવિ પટેલ ભાજપ માં જોડાયાના જીલ્લાભર માં વાયુવેગે સમાચારો ફેલાતા હિંમતનગર સહિત જીલ્લા માં ઠેર-ઠેર વિરોધ થવા પામ્યો છે.
ત્યારે હિંમતનગર ખાતે સહકારી જીન ચાર રસ્તા નજીક કચ્છ કડવા પાટીદાર સમાજવાડી માં રવિ પટેલ ની સભા યોજાવવાની છે તેવા સમાચારો પાટીદારો અને પોલીસ તંત્ર ને જાણ થતાં જ સહકારી જીન ચાર રસ્તા થી લગાડી કચ્છ કડવા પાટીદાર સમાજવાડી સુધી નો માગૅ પોલીસ છાવણી માં ફેરવાઈ જવા પામ્યો હતો. તો બીજી તરફ કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ખાતે પોલીસ અને પાટીદાર યુવાનો વચ્ચે ઘષૅણ થતાં થોડાક સમય માટે તંગદીલીભયુૅં વાતાવરણ સજૉંયુ હતું. પાટીદારો એ જણાવ્યું હતું રવિ પટેલ એ પાટીદારો સાથે ગદૃારી કરી ભાજપ ના રૂપિયા થી વહેંચાઈ સોદાબાજી કરી હોવાનો આક્ષેપ કયોૅ હતો.
સમાજમાંથી બાકાત કરવા જણાવ્યું હતું. સમાજવાડી માં પ્રવેશી રહેલ પાટીદારો સાથે પોલીસ ને ઘષૅણ માં ઉતરવું પડયુ હતું.અને આગેવાનો ની પોલીસે ધરપકડ કરતાં પાટીદારો એ જય સરદાર જય પાટીદાર ના સુત્રોચ્ચાર સાથે ધરપકડ વ્હોરી લીધી હતી. તો બીજી તરફ પોલીસે કાયૅકમ પુણૅ થતાં પાટીદારો ને મુકત કરી દેવામાં આવ્યા હતા. પાટીદાર આગેવાનો એ જણાવ્યું હતું. પાટીદાર ના પેટ એ જન્મી અમો એ મોટી ભુલ કરી છે. અને પોલીસ પાટીદાર યુવાનો સાથે પાકીસ્તાની ઓ જેવો વ્યવહાર કરી રહી છે.