માધ્યમિક શાળાની માંગ સાથે હડદડ પ્રા.શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી

1384

બોટાદ તાલુકાના હડદડ ગામે આવેલ પ્રાથમિક શાળા ને આજે ગામના સરપંચ, મહિલાઓ તેમજ ૩૦૦ જેટલા ગ્રામજનો દ્વારા તાળા બંધી કરવામાં આવેલ ગામના આગેવાનો દ્વારા છેલ્લા ૨૦૧૬થી હડદડ ગામને માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે પણ અન્ય ગામો માં સામાન્ય સંખ્યા માં મંજૂરી આપી હોય અને હડદડ ગામ માં ૧૪૧ની સંખ્યા હોવા છતાં તેમજ  મંત્રી સોરભપટેલ,  જિલ્લા વિકાસ અધિકારી, તેમજ કુંવરજીભાઇ બાવળિયા સહિતના લોકોને વારંવાર રાજુઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી  માધ્યમીક શાળાની મંજૂરી બાબતે કોઈ હકારાત્મક કામગીરી ન થતા આજે હડદડ ગામના સરપંચની આગેવાનીમા ગામની મહિલા તેમજ ગામના આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર સાથે હડદડ ગામની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરવામાં આવેલ તેમજ ગ્રામ જનો દ્વારા રોષ સાથે જ્યાં સુધી પોતાની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી તાળા બંધી કરવાની ચીમકી સાથે ગુજરાત ના શિક્ષણ નો બહિષ્કાર કરવાની આપી ચીમકી.

Previous articleભાંકોદરની સ્વાઈ એનર્જી સામે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો ઉપર પોલીસ દમન
Next articleખારવા સમાજ દ્વારા ભવ્ય નાળિયેરી પુનમની ઉજવણી