ખારવા સમાજ દ્વારા ભવ્ય નાળિયેરી પુનમની ઉજવણી

1118

જાફરાબાદમાં આવેલ ખારવા સમાજ દ્વારા બેળવની ઉઝવણી કરવામાં આવેલ. જેમાં સમાજના ઈષ્ટદેવ કામનાથ મંદિરેથી બોટ માલિકો દ્વારા સણગારવામાં આવેલ દુધની હોલ દરિયા પીરની વાવટી તેમજ દરિયા દેવની પુજા માટે ફુલના હારથી સણગારેલી હેલો મોટી સંખ્યામાં લઈ સ્ત્રીઓ, પુરૂષો અને બાળકો કામનાથ મંદિરે ભેગા થયા છે. જે ખારવા સમાજની પરંપરા મુજબ ડિ.જે.ના તાલે પીપળી કાંઠા વિસ્તારમાં આવેલ માચ્છીમારીના બંદરે જાય છે. આ ભવ્ય્‌ સરઘસમાં લોકો મોટી સંખ્યામાં જોડાય છે. જયાં સ્ત્રીઓ દરિયાદેવની પુંજા કરી નવા વર્ષની શરૂઆતમાં પોતાના પતિ, પુત્ર, પિતા કે ભાઈને દરિયા દેવતા ખોળો ખુદવા એટલે કે માછિમારી કરવા જાઈ છે. તેમની દરિયા દેવ રક્ષા કરે અને ધંધામાં બરકત આપેત ેવી મનોકામના પુર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

જેમાં ખારવા સમાજના પટેલ નારણભાઈ બાંભણીયા, નરેશભાઈ બારૈયા, બોટ એસોસિએશનના પ્રમુખ માલાભાઈ, રાજેશભાઈ બારૈયા તેમજ જાફરાબાદ ખારવા સમાજના આગેવાનો મરિન પોલીસ સ્ટેશન જાફરાબાદના પી.એસ.આઈ. ધામા તેમના પોલીસ સ્ટાફ સાથે હાજર રહેલ જે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી વિધી પુર્ણ કરાવેલ.

Previous articleમાધ્યમિક શાળાની માંગ સાથે હડદડ પ્રા.શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી
Next articleભૈરવધામ મંદિર ખાતે આયુર્વેદિક તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો