ભૈરવધામ મંદિર ખાતે જગદિશ્વરમ ફાઉન્ડેશન તરફથી આયુર્વેદિક તથા નેચરોપેથી કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સરકારી દવાખાનું રતનવાવ તરફથી ડો.સચદેવાની ટીમ તથા ભાવનગર જિલ્લા ડોક્ટર સેલના ડો.અતુલસિંહ સરવૈયા તથા સર ટી. હોસ્પિટલ બ્લડબેંક તરફથી બ્લડ કલેક્શન કરવામાં આવ્યું તથા ડીસ્ટ્રીક્ટ ટીબી વિભાગના ડો.ોલંકી તથા અખંડ ભારતી રાષ્ટ્રીય સેવક સંઘ તરફથી લેપ્રેસીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ ટીમને હરનાથજી બાપુ દ્વારા આશિર્વચન આપવામાં આવેલા ૧પ૦૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ભાવનગરના મેયરે હાજર રહીને તમામ તબીબીઓને શુભેચ્છા પાઠવી હતી. ડો.સુનિલ મહેતા (પીએચડી) દ્વારા સમગ્ર કેમ્પની વ્યવસ્થા અને સંકલનથી કામગીરી સંભાળી કેમ્પને સફળ બનાવ્યો હતો.