પીપરલા ગામે વીજ શોક લાગતા બળદનું મોત

1242

તળાજા તાલુકાના પીપરલા ગામે બળદને  અકસ્માતે વિજશોક લાગતા ઘટના સ્થળે મોત નિપજયું હતું જયારે બળદ માલિક ખેડુતનો આબાદ બચાવ થયો હતો.

સમગ્ર બનાવ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા વજેરામભાઈ કાનજીભાઈ પલેવાળ આજરોજ બપોરના સમયે તેમની વાડીએથી તેના બન્ને બળદ લઈ ઘર તરફ આવી રહ્યા હતા તે વેળા વરસાદના કારણે અને પીજીવીસીએલના અધિકારીઓની ગંભીર બેદરકારીને લઈને ગામના પાદરમાં વિજપોલ પરથી જીવંત વીજ વાયર તુટી પડ્યો હતો. આ તારને એક બળદ રોડ પર પસાર થતી વેળા અકસ્માતે અડકી જતા ૧૧ કે.વી.ની વીજ લાઈનનો જોરદાર કરંટ બળદને લાગતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે અન્ય બળદ તથા ખેડુતો વજેરામભાઈનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે વિજ તંત્રના અધિકારીઓ પર લોકો ભારે રોષે ભરાયા હતાં.

Previous articleભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રોઝડા, ભુંડ અને રેઢીયાર પશુઓનો અસહ્ય ત્રાસ
Next articleસિહોરમાં અટલજીને શ્રધ્ધાંજલી પ્રાર્થનાસભા