બોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યનો મહત્વનો પ્રોગ્રામ સઘન મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ જનજાગૃતિ લાવવા માટે દિવાળીના તહેવારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકોમાં બાળકોને રસીકરણની જાગૃતિ લાવવા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ડોક્ટર બહેનો-ભાઈઓ દ્વારા રંગોલી બનાવી જાગૃતિ ફેલાવવાના આશયથી પ્રથમવાર રંગોળીમાં અલગ-અલગ રસીકરણની માહિતી લખવામાં આવી હતી અને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવેલ. આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સવારથી સુંદર કામગીરી કરેલ. રંગોળી નિહાળવા ગામના યુવાન ભાઈઓ, વડીલો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા અને ડોક્ટરની ટીમને અભિનંદન આપી બિરદાવવામાં આવેલ.