બાળા પર દુષ્કર્મ આચરનાર ઢગાને જેલ હવાલે કરાયો

6848

શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં ૬ વર્ષ ૧૧ માસની માસુમ બાળા પર પાડોશમાં રહેતા કુટુંબી મામાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ બાળાની માતાએ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતા સમજી આરોપી નાસી છુટે તે પહેલા તેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ૬ વર્ષ ૧૧ માસની માસુમ બાળા પાડોશમાં રહેતા કુટુંબી મામા અબુતાલેમ નુરમીયા વાહેદના ઘરે ટીવી જોવા ગઈ હતી ત્યારે નરાધમ શખ્સે માસુમ બાળા પર બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. બનાવની જાણ બાળાના પરિવારજનોને થતા તેના પર આભ તુટી પડ્યું હતું અને બનાવ અંગે બાળાની માતાએ તેની જેઠાણીના ભાઈ અબુતાલેમ નુરમીયા વાહેદ ઉ.વ.પપ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ આપતા જે ગુનાની તપાસ પીઆઈ રાવળે હાથ ધરી હતી અને ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપી નાસી છુટે તે પહેલા તેને ઝડપી લઈ આજરોજ કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

Previous articleભગવાનેશ્વર મંદિરે અમરનાથના દર્શન
Next articleબિઝનેસ સેન્ટરમાં ગેરકાયદે દુકાનો તોડાતા હોબાળો