સમગ્ર દેશમાં ઉડાડી શકશો ડ્રોન, ઉડ્ડયન મંત્રાલયે આપી પરવાનગી

1468

ઈ- કોમર્સ પર તમે કોઈ સામગ્રી કે ભોજનનો ઓર્ડર આપ્યો હોય અને ડ્રોનની મદદથી તેની ડિલિવરી થાય તે દિવસો હજી દૂર છે. સોમવારે નવી ડ્રોન નીતિ જાહેર કરી હતી. નીતિમાં ડિસેમ્બરથી ડ્રોનના વેપારી ઉપયોગને મંજૂરી તો આપવામાં આવી છે પરંતુ શરત મુકી છે કે ડ્રોન તેનો ઉપયોગ કરનારની નજરમાં રહે તે રીતે જ ઉડાડી શકાશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા રિમોટલી પાયલેટેડ એરક્રાફ્ટ સિસ્ટમ માટે નિયમાવલી તૈયાર કરવામાં આવી છે. આ નિયમો હેઠળ એરસ્પેસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેના આધારે જ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે.

નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, ભારતના ઉડ્ડયનના ઈતિહાસમાં આ ઐતિહાસિક અધ્યાય શરૃ થવા જઈ રહ્યો છે. પ્રભુએ આશા વ્યક્ત કરી હતી કે, આવી શરતી પરવાનગી દ્વારા ઘણા નવા અને આકર્ષક પ્રયોગોને અવસર મળશે. તે ઉપરાંત ભારતીય ડ્રોન ઈન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સુરક્ષાના કારણો હેઠળ ડીજીસીએ દ્વારા ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

જોકે સરકારનું કહેવું છે કે ભવિષ્યે આ નીતિમાં છૂટછાટ અપાઈ શકે છે. ઉડ્ડયન પ્રધાન જયંત સિંહાએ જણાવ્યું હતું કે ઉડાડનારની દૃષ્ટિથી દૂર ડ્રોનને ઉડાન ભરાવવાને મુદ્દે વિચારણા કરવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

Previous articleરાહુલ ગાંધી અને સૂરજેવાલા સામે બદનક્ષી ફરિયાદ કરાઇ
Next articleભારત સરકારે એન્ટિગુઆને પત્ર લખ્યો,મેહુલ ચોક્સી અમને સોંપો