ચાર વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ઘણા બધા દેશોથી આગળ : જેટલી

912

નાણામંત્રી અરૂણ જેટલીએ અર્થવ્યવસ્થાને લઈને પાછલી સરકાર પર તંજ કસ્યો છે. જેટલીનું કહેવું છે કે, ૨૦૧૪માં જ્યારથી એનડીએ સરકાર બની છે, ત્યારથી દેશની અર્થવ્યવસ્થામાં કેટલાક મોટા પરિવર્તન આવ્યા છે. સોશિયલ સાઈટ ટિ્‌વટર અને ફેસબુક પર બ્લોગ દ્વારા નાણામંત્રીએ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (ૈંસ્હ્લ)નાં આંકડાઓનો આપતા આ દાવાઓ કર્યા હતા.અરૂણ જેટલીએ આઈએમએફની તરફથી ફેબ્રુઆરી ૨૦૧૪ અને જુલાઈ-ઓગસ્ટ ૨૦૧૮ના આંકડાઓની તુલના કરતાં ટિ્‌વટ કર્યું છે.

તેમને લખ્યું- અમે પાછલા ચાર વર્ષોમાં ચાર વર્ષોમાં ઘણા આગળ વધ્યા છે.

વિધાનસભા અને અન્ય માધ્યમોથી સરકારે ઘણા બધા સુધાર કર્યા છે. જેનાથી દેશની આર્થિક પ્રણાલી સાફ-સુતરી અને પારદર્શી થઈ છે.

યૂપીએ સરકારની ટીકા કરતાં જેટલીએ કહ્યું કે, આઈએમએફ રિપોર્ટે ૨૦૧૪માં વ્યાપક આર્થિક અસ્થિરતા અને સંરચનાત્મક નબળાઈઓને ઉજાગર કરી, જેના કારણે દેશમાં મોંઘવારી, નાણાકિય ખોટ, ચાલું ખાતાઓનાં નુકશાન સાથે આધારભૂત સંરચના અને ઉર્ઝા ક્ષેત્રના પ્રોજેક્ટ રોકાઈ ગયા. પરંતુ, પાછલા ચાર વર્ષોમાં ઉઠાવેલા નિર્ણાયક પગલાઓના કારણે ભારતની અર્થવ્યવસ્થા ઘણા બધા દેશોથી આગળ ઉભી છે.

જેટલીએ લખ્યું, આઈએમએફની ૨૦૧૮ની રિપોર્ટ અનુસાર, ૨૦૧૪ કરતાં આર્થિક સ્થિરતા આવી છે અને સંરતનાત્મક સુધાર કરવાનો ફળ મળ્યો છે. નવેમ્બર ૨૦૧૬માં રોકડને લઈને ઉઠાવેલા પગલાઓ અને જુલાઈ ૨૦૧૭માં જીએસટી લાગુ કરવાથી આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો થયો પરંતુ હવે રોકાણના વધવાથી ગતિ વધી છે અને તેની ભરપાઈ થઈ રહી છે.

નાણામંત્રી પર પલટવાર કરતાં કોંગ્રેસે કહ્યું, કોંગ્રેસની યૂપીએ-ૈં અને યૂપીએ- ૈૈંં સરકારે આઝાદી પર દેશની અર્થવ્યવસ્થાને દશકાની સૌથી સારી તરક્કી કરી છે. જ્યારે મોદી સરકાર દરમિયાન ૨૦૧૭-૧૮ની જીડીપી વૃદ્ધિ દર ૬.૭ ટકા છે જે ચાર વર્ષમાં સૌથી નીચેના સ્તર પર છે.

Previous articleબિઝનેસ સેન્ટરમાં ગેરકાયદે દુકાનો તોડાતા હોબાળો
Next articleરાહુલ ગાંધી અને સૂરજેવાલા સામે બદનક્ષી ફરિયાદ કરાઇ