ભાવનગર મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી-નૂતન વર્ષ નિમિત્તે ટાઉનહોલ ખાતે નગરજનોનું સ્નેહમિલન કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.
મેયર નિમુબેન બાંભણીયા, સ્ટે.કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, ડો.ધીરૂભાઈ શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા, અલંગ ઓથોરીટી બોર્ડના ચેરમેન ગીરીશભાઈ શાહ, નાયબ કમિશ્નર ગોલકીયા, ડે.મેયર ભરતસિંહજી ગોહિલ, ધારાસભ્ય વિભાવરીબેન દવે સહિતના આગેવાનો-પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.
મેયરની હાજરીમાં સવારના ૮ થી ૮-૩૦ સુધી નાગરિક સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યાં હતા પરંતુ સ્નેહિમલનમાં નગરસેવકોની પાંખી હાજરી જોવા મળી હતી. સ્નેહમિલનમાં સ્ટે.કમિટીના સભ્ય શિતલબેન પરમાર, યુવરાજસિંહ જી. ગોહિલ, ઉર્મિલાબેન ભાલ, રિતુદેવી ગોહિલ, પરબતસિંહજી ગોહિલ, મહિપતસિંહજી ગોહિલ, વિઠ્ઠલભાઈ મેંદપરા, રાજુભાઈ રાબડીયા, જીતુભાઈ ભાલ, કાંતિભાઈ ગોહિલ, ઘનશ્યામભાઈ ચુડાસમા તથા ડે.કમિ. રાણા, સીટી એન્જીનિયર ચંદારાણા, કિશોર ભટ્ટ, ઉષાબેન તલરેજા વિગેરે નગરસેવકો અધિકારીઓ અને નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.