કાશ્મીર ઘાટીમાં કોઈને કોઈ કારણોથી વિવાદ ચાલતો આવ્યો છે ત્યારે હવે શ્રીનગર અને કાશ્મીર ઘાટીના કેટલાંક ભાગોમાં સોમવારે બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેના માટેનું કારણ કોઈ આતંકવાદી હુમલો નહીં પરંતુ જીઝ્ર દ્વારા કશ્મીરનો ખાસ દરજ્જો અનુચ્છેદ ૩૫છ રદ્દ કરવાની અફવાના કારણે આ પગલાં ભરવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, મીડિયામાં કેટલાંક લોકોએ અનુચ્છેદ ૩૫છ રદ્દ કરવા માટેની ખોટી વાતો પ્રકાશિત અને પ્રસારિત કરી હતી. જે સંપૂર્ણ રીતે ખોટા હતા.
લોકોને અનુરોધ કરું છું કે તેઓ અફવા પર ધ્યાન ન આપે.
કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જ્યાં સોમવારે નક્કી કરવાનું હતું કે આ મામલે સંવિધાન પીઠને મોકલવામાં આવે કે નહી. તમને જણાવી દઇએ કે અશ્વિની ઉપાધ્યાયની નવી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ આર્ટિકલને બીજા રાજ્યોના લોકો સાથે લગ્ન કરનાર જમ્મૂ-કાશ્મીરની મહિલાઓના અધિકારનું ઉલ્લંઘન કરે છે. હવે મુખ્ય મામલે સુનાવણી ૩૧ ઓગસ્ટના રોજ થઇ શકે છે.
સુપ્રીમ કોર્ટ આ આર્ટિકલને રદ કરવાની માંગને લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પહેલાં જ સુનાવણી કરી રહી છે. અરજીઓમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આર્ટિકલ ૩૫એ અને મૌલિક અધિકાર વિરૂદ્ધ છે. કારણ કે આ એવી મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે જે પોતાની મરજી અને રાજ્યની બહારના વ્યક્તિ સાથે લગ્ન કરે છે.