સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીની જહેમતથી રાજુલા શહેરની વિકાસની વણથંભી વણઝાર ગોકુલનગર ફરતે રીંગરોડનું કામ પૂર્ણ બાદ આજે કોટેશ્વર મંદિરેથી આગરીયા જકાતનાકા અને મહુવા જકાતનાકાના ૩ કિલોમીટર નવા રોડનું ખાતમુર્હુત કરાયું હતું.
રાજુલા શહેરની વણથંભી વિકાસની વણઝાર જેમાં ગોકુલનગર (ર)નો રીંગરોડ પૂર્ણ થયા બાદ ચેરમેન દિલીપભાઈ જોશી, પ્રમુખ નગરપાલિકાના હોનહાર સંજયભાઈ ધાખડા અને ભાજપ જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણના હસ્તે આજે વધુ નવા રોડ જે બાયપાસ કોટેશ્વર મંદિરથી હોસ્પિટલ, પોલીસ સ્ટેશનથી તે રોડના બે ભાગમાં વહેંચાઈ આગરીયા જકાતનાકા અને મહુવા જકાતનાકા સુધીના ૩ થી ૪ કિલોમીટરની રેન્જમાં બનાવવા રવુભાઈ ખુમાણ અને સંજયભાઈ ધાખડાના હસ્તે ખાતમુર્હુત કરાયું. જેમાં નગરપાલિકાના પદાધિકારીઓ મહેન્દ્રભાઈ ધાખડા, વનરાજભાઈ વરૂ, હિંમતભાઈ જીંજાળા, ઉપપ્રમુખ નગરપાલિકા ગજેન્દ્રસિંહ પરમાર, માજી નગરપાલિકા પ્રમુખ જેન્તીભાઈ જાની, નાગરીક બેન્ક ચેરમેન લાલભાઈ મકવાણા, સુરેશભાઈ ધાખડા, ધર્મેન્દ્રભાઈ વરૂ, ગજેન્દ્રભાઈ વાળા સહિત ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં શહેર આગેવાનોની હાજરીમાં ૩ થી ૪ કિલોમીટરના ડામર રોડ બનાવવા ખાતમુર્હુત કરાયું હતું.