નગરપાલીકાની ખાલી બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર થઇ થઇ છે. નગરપાલીકાઓની કુલ ૧૨ બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. પેથાપૂર, રાણાવાવ, ઉના, તાલાલા નગરપાલીકાની ખાલી બેઠકોની ચૂંટણી યોજાશે. તો આ તરફ કેશોદ અને મોરબી નગરપાલીકાની ખાલી બેઠકો માટે ૨૫ સપ્ટેબરે પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ ૪ સપ્ટેબર છે. જ્યારે ઉમેદવારી પત્રો સ્વીકારવાની અંતિમ તારીખ ૧૦ સપ્ટેબર છે.
જ્યારે ૧૨ સપ્ટેબરે ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ રાખવામાં આવી છે, જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૧૪ સપ્ટેબર જાહેર કરવામાં આવી છે. ૨૫ સપ્ટેબરે યોજાનાર મતદાન બાદ તેની મતગણતરી ૨૭ સપ્ટેબરે યોજાશે.