બીજેપીના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં ત્રણ રાજ્યોમાં થનારી ચૂંટણી અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીના મુખ્યમંત્રીઓની આ બેઠક ખુબ જ મહત્વની રહેશે. એક દિવસની આ બેઠક દરમિયાન ચૂંટણી સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. બેઠકમાં બીજેપી શાસિત રાજ્યોમાં ચાલી રહેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાશે અને મુખ્યમંત્રીઓએ સૂચનાઓ પણ અપાશે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંત સુધીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે. આ ત્રણે રાજ્યોમાં અત્યારે બીજેપીનું શાસન છે.
મુખ્યમંત્રીઓના આ સમ્મલનનો મુખ્ય એજન્ડા સુશાસન અને ગરીબ સમર્થિત નીતિઓનું સંચાલન છે. વર્ષ 2014માં મોદીના સત્તા ઉપર આવ્યા બાદ નિયમિતરીતે આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ રાજ્યોના બીજેપીના ઉપ મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠકમાં ભાગ લેશે.