રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી

997
માર્કેટ કેપમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજીનો સીલસીલો ચાલુ છે. મંગળવારે કંપનીનો શેર અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર 1300 રૂપિયા પહોંચી ગયો હતો. દિવસમાં સૌથી ઉપર રૂ. 1309ના સ્તરે પહોંચ્યો હતો. આ સાથે, શેરમાં તેજીથી કંપનીની માર્કેટ કેપ 8.29 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલી કંપની છે, જેણે 8 લાખ કરોડ રૂપિયાનો માર્કેટ કેપ પાર કર્યો છે.

શેર ખરીદનાર થયા માલામાલ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર છેલ્લા એક મહિનામાં 15 ટકા વધ્યો છે. જ્યારે વિતેલા ત્રણ દિવસમાં તેમાં 2 ટકા તેજી જોવા મળી છે. એટલું જ નહીં આ વર્ષે અત્યાર સુધીમાં 40 ટકાથી વધારે નફો કરાવી ચુકી છે.

કેમ આવી શેરમાં તેજી – એક્સપર્ટ અનુસાર, રિલાયન્સ જીયો ઈન્ફોકોમ કમાણીના મામલામાં દેશની બીજી મોટી કંપની બની ગઈ છે. રેવન્યુ માર્કેટ શેર (આરએમએસ) પ્રમાણે રિલાયન્સે હવે વોડાફોન ઈન્ડીયાની જગ્યા લઈ લીધી છે. આ સાથે રેવન્યૂના મામલમાં ભારતી એરટેલ અને રિલાયન્સ જીયોનું અંતર પણ ઓછુ થયું છે. દેશના ગામે-ગામ સુધી પહોંચેલા નેટવર્ક અને એકદમ ઓછા ભાવમાં સર્વિસ ઓફર કરવાના કારણે યૂઝર્સ વચ્ચે તેની લોકપ્રિયતા ખૂબ વધી છે, અને આજ કારણથી કંપનીની કમાણીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આથી શેરમાં તેજી આવી છે.

Previous articleST બસ ખાડામાં ખાબકી
Next articleટેબલ ટેનિસમાં ભારતને બ્રોન્ઝ મેડલ