ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ 18મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાથી ચૂકી ગઈ છે. બેડમિંટન ફાઈનલમાં પી વી સિધૂંને હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ નંબર – 3 સિંધૂને ફાઈનલ મુકાબલામાં ચીની તાઈપેની સ્ટાર અને વર્લ્ડ નંબર વન ખેલાડી તાઈ જુ યિંગે સીધી ગેમમાં 21-13, 21-16થી હરાવી છે.
જોકે, આ હાર બાદ પણ પી વી સિંધૂએ ઈતિહાસ રચિ દીધો છે. પી વી સિંધૂ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પહેલી ભારતીય બેડમિંટન ખેલાડી બની ગઈ છે. તમને જણાવી દઈએ કે, બેડમિંટન સિંગલ્સમાં ભારતની સાયના નેહવાલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે