સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા શિવપાલ યાદવ હવે કોઇ પણ સમય પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. તેઓ આના માટે છેલ્લા કેટલાક સમયથી વિચારી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી શિવપાલ યાદવ પાસે કોઇ પણ પ્રકારની જવાબદારી નથી. સમાજવાદી પાર્ટીની અંદર પણ એવી ચર્ચા છે કે શિવપાલ યાદવે હવે પાર્ટી સાથે છેડો ફાડી લેવાની તૈયારી કરી લીધી છે. તેઓકોઇ અલગ રસ્તો પકડી શકે છે. આના માટે માત્ર પોતાના મોટા ભાઇ અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવને મનાવવામાં લાગેલા છે. શિવપાલ યાદવના નજીકના લોકો કહે છે કે લોકસભા ચૂટણી પહેલા કોઇ નિર્ણય તેઓ કરી શકે છે. કારણ કે ઇન્તજારની તમામ મર્યાદા દુર થઇ ગઇ છે. શિવપાલે રવિવારના દિવસે પોતાની બહેન પાસેથી રાખડી બંધાવી લીધા બાદ સંકેત આપ્યો હતો કે કે તેમને પાર્ટીમાં કોઇ જવાબદારી મળી રહી નથી. તેમણે કહ્યુ હતુ કે ઇન્તજાર દોઢ વર્ષથી તેઓકરી રહ્યા છે. ગયા વર્ષ જ્યારે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારની બેઠક મળી ત્યારે એમ માનવામાં આવી રહ્યુ હતુ કરે તેમને મહાસચિવ બનાવવામાં આવી શકે છે. જો કે બીજા ભાઇ પ્રોફેસર રામગોપાલ યાદવને મહાસચિવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આના કારણે પહેલા તેઓ નિરાશ હતા અને હવે હતાશ થઇ ચુક્યા છે. શિવપાલ છેલ્લા દોઢ વર્ષથી માત્ર જિલ્લામાં જનસંપર્ક કાર્યોમાં લાગેલા છે. તેઓ ક્ષેત્રની સમસ્યાઓને લઇને પણ પત્રો લખી રહ્યા છે. સમાજવાદી પાર્ટીમાં આંતરિક ખેંચતાણ જારી રહી છે. આગામી દિવસોમાં આ ખેંચતાણ વધારે તીવ્ર બની શકે છે. શિવપાલ યાદવ હાલમાં પહેલા કરતા ઓછા સક્રિય દેખાઇ રહ્યા છે.