દિશા ટાઇગરના પરિવારને પણ ખુબ પસંદ : અહેવાલ

1021

ટાઇગર શ્રોફ અને દિશા પટની વચ્ચે પ્રેમ સંબંધને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જો કે બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહ્યા બાદ તેમના સંબંધોને લઇને ગરમી વધી ગઇ છે. બન્નેની જોડીને તમામ ચાહકોએ ખુબ પસંદ કરી હતી. બીજી બાજુ જેકીના પરિવારના સભ્યોને દિશાને લઇને કોઇ વાંધો નથી.  એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ટાઇગર અને દિશા એક સાથે રહેવા પણ જઇ રહ્યા છે. જો કે ટાઇગર અને દિશા દ્વારા આ સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી. જો કે જુદા જુદા પ્રસંગે બન્નેના ફોટો સાથે સપાટી પર આવતા રહે છે. ભારે પ્રેમ સંબંધને લઇને શરૂ થયા બાદ હવે નવી નવી વિગતો ખુલી રહી છે. બીજી બાજુ પ્રેમ સંબંધના હેવાલ આવ્યા બાદ પિતા અને વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા જેકી શ્રોફે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેકીએ કહ્યુ છે કે ટાઇગર હજુ બાળક તરીકે છે.  બીજી બાજુ ટાઇગરની માતા આઇશાએ ટાઇગર અને દિશાના પ્રેમ સંબંધને લઇને કરવામાં આવી રહેલી અટકળો વચ્ચે કહ્યુ છે કે ટાઇગર મોટા ભાગે તેમની સાથે જ રહે છે. જેકીએ કહ્યુ છે કે જો ટાઇગર આ અંગે વિચારે છે તો તેમાં અમને કોઇ વાંધો નથી. જેકીએ કહ્યુ છે કે તમામ લોકો લાફિ પાર્ટનરને શોધે છે. લગ્ન કરે છે. સાથે સાથે સેટલ થાય છે. જો ટાઇગર પણ આ અંગે વિચારે છે તો અમને તેમાં કોઇ વાંધો નથી.

 

Previous articleજયા પ્રદા ટચૂકડા પડદાની સિરીયલમાં ચમકશે
Next articleઆલિયા અને જેક્લીન વચ્ચે મતભેદો હોવાના અહેવાલો