મનપાની વિવિધ શાખાના કામની પદ્ધતિમાં સ્થાયી સમિતિ સુધારા સુચવશે

912

મહાપાલિકાની વિવિધ શાખાઓની કાર્યપદ્ધતિ અને થયેલા કામની સ્થાયી સમિતિ દ્વારા લાંબા સમયથી દરેક બેઠકમાં સમિક્ષા કરવામાં આવે છે. હવે તારીખ ૨૯મીએ મળનારી બેઠક વખતે સમિક્ષા સંબંધમાં સભ્યો તરફથી મળેલા સુધારા વધારા સંબંધિ ફેરફારનો અમલ કરવાનું મ્યુનિસિપલ કમિશનરને કહેવાશે.

દરમિયાન મહાપાલિકાએ ખરીદવાની થતી ૪ હાઇડ્રોલિક ટ્રોલીનું કામ આપી દીધા પછી કોન્ટ્રાક્ટર દ્વારા તે તૈયાર કરીને આપવામાં કરવામાં આવેલા વિલંબ બદલ તેની પાસેથી રૂપિયા ૧૧ હજાર દંડ વસૂલવા કમિશનર દ્વારા મંજુરી માગવામાં આવી છે.

સ્થાયી સમિતિ દ્વારા ટેક્સ બ્રાન્ચ, ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ, બજેટ શાખા,જન્મ મરણ નોંધણી શાખા, ઢોર નિયંત્રણ શાખા અને છેલ્લે ભરતી પ્રક્રિયાની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. આ શાખાઓમાં થતી વિવિધ કામગીરી સંબંધમાં સ્થાયી સમિતિને મળેલી ફરિયાદોના અભ્યાસ અને ત્યાર બાદ શાખાના અધિકારી, કર્મચારીઓ સાથે કાર્યપદ્ધતિ મુદ્દે કરવામાં આવેલી ચર્ચા બાદ આખરે સ્થાયી સમિતિ દ્વારા કામગીરીમાં ફેરફાર કરવા સંબંધિ સુચનો તૈયાર કરવામાં આવ્યા છે. જેનો અમલ કરવા આગામી બેઠકમાં સત્તાવાર ઠરાવ કરીને અમલવારી માટે મ્યુનિસિપલ કમિળનરને કહેવામાં આવશે.

Previous articleસેકટર – ર૪ માં આજે પણ દબાણો હટાવાયા : દબાણકારોમાં દોડધામ
Next articleગાંધીનગર ટાઉન હોલ ખાતે અભયમ મહિલા સંમેલન યોજાયું