વિક્રમ સંવત ર૦૭૪નો પ્રારંભ થતા નૂતન વર્ષે, બેસતા વર્ષના દિવસે લોકો શહેરના મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સવારથી જ મંદિરોમાં દેવી-દેવતાઓના દર્શન કરી લોકોએ નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. શહેરનાં મહાલક્ષ્મી મંદિર, અક્ષરવાડી, સાંઈબાબા મંદિર, ગોળીબાર હનુમાનજી મંદિર, ભીડભંજન મહાદેવ, તખ્તેશ્વર મહાદેવ, બોરતળાવ, ઝાંઝરીયા હનુમાનજી મંદિર તેમજ બગદાણા ખાતે ગુરૂઆશ્રમે લોકો દર્શન કરવા ઉમટી પડયા હતા અને આસ્થાભેર દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.