બંને હાથ ન હોવા છતાં મકમતાથી લાઈફ કરિયર બનાવતો ખત્રીવાડાનો યુવાન

1089

આજની આ એકવીસમી સદીના યુવક યુવતીઑને ભણાવવા ગણાવવા માટે થઈને વાલીઓ તનતોડ મહેનત કરીને એક પોતાના સંતાનનું ભવિષ્ય સારું જોવા માંગતા હોય છે પરંતુ એજ સંતાન યુવાનીમાં પ્રવેશ કરે આટલે માતા -પિતાની સલાહ સૂચન સહિતના માર્ગ દર્શનને અવગણીને બિન્દાસ પોતાની મન માની કરતા અનેક જોયા હશે તેમજ લગ્ન બાદ જે માતા પિતા યે આપને આંગળી પકડી ચાલતા શીખવાડ્યું એજ માતા પિતાને લગ્ન બાદ આજ નો યુવા વર્ગ વ્રુધ્ધા શ્રમનો માર્ગ જોવા મજબૂર કર્યાના અનેક કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવ્યા છે ત્યારે ટિંબીના સનખડા ગામે રહેતો અને મૂળ ખત્રીવાડા જી .ગિર સોમનાથનો વનેચંદ ધીરૂ ભાઈ શિયાળ નામનો યુવક જે માત્ર ૧૯ વર્ષની જ ઉંમર ધરાવે છે અને બંને હાથ ન હોવા છતાં પોતાના દરેક કામ આસાનીથી કરી રહ્યો છે અને સાથે સાથે અનેક સીધી હાંસલ કરવા આગળ આવી રહ્યો છે

વનેચંદ ધીરૂ ભાઈ શિયાળ હાલ ટિંબી નજીક રહે છે અને રાજુલા હિંડોળા નજીક આવેલ અંબુજા સિમેન્ટ સંચાલિત આઈ ટી આઈ ( સેડિ)માં બીપીઑમાં અભ્યાસ કરી રહ્યો છે અને સાથે સાથે બીસીએમાં સેમ .૫માં ગ્રેજ્યુએટ થઈ રહ્યો છે વનેચંદ ધોરણ ૫માં અભ્યાસ કરતો તે સમય દરમિયાન અકસ્માતે કુદરતની થપાટનો ભોગ બન્યો અને ઇલેક્ટ્રીક શોક સર્કિટ માંજ બંને હાથ ગુમાવવા મજબૂર બન્યો ત્યાર થીજ જીવનમાં કંઈક કરીને જ બેસવાની નેમ લઈને દરેક પરિસ્થિતિનો સામનો હોશ ભેર કરવા મનને મક્કમ કર્યું અને આજે હોશ ભેર પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યો છે મધ્યમ વર્ગમાંથી આવતો આ યુવક કોઈ પણ પાસે હાથ લાંબા કર્યા વગર અભ્યાસ માટે દરરોજ ચાલીને જાય છે અને રોજ બરોજ નું પોતાનું તમામ ૮૦%કાર્ય જાતે જ કરે છે

સારા વકતા બનવાનું સ્વપ્ન

વનેચંદ ના પરિવાર માં  માતા પિતા બે બહેનો અને એક નાનો ભાઈ છે બહેનો ના લગ્ન થઈ ગયા છે જ્યારે એક નાનો ભાઈ અભ્યાસ કરે છે  જેમાં માતા પિતા ખેત મજૂરી કરીને હાલ પરિવાર નું ગુજરાન ચલાવે છે અને મારું કહેવું માત્ર એટલું જ છેકે ઈશ્વર ક્રુપા થી જો મને કોઈ સારી નોકરી મળે તો હું મારા માતા પિતા ને ખેત મજૂરી કરતા અટકાવી શકુ અને મારે ઈશ્વર ક્રુપા થી એક સારામાં સારા વક્તા પણ બનવું છે અને તેના માટે પણ હું મહેનત કરી રહ્યો છું .

વનેચંદનું કોમ્પ્યુટર વર્ક

હાલના ઈ યુગમાં કોમ્પુટર મોબાઇલ અને ઇન્ટર નેટ ની દુનિયા પણ આ યુવક કંઈ પાછળ નથી સામાન્યરીતે ટાયપિંગકરવા માં   હાથની આંગળીઓ વગર કંઈજ કરવું અ શક્ય છે  પણ વનેચંદ અ શક્ય ને પણ શક્ય કરી રહ્યો છે કી બોર્ડ પર આંગળીઓ નું મહત્વ ખુબજ હોય છે અને તમામ કામ આંગળીઓના ટેરવે જ થતું હોય છે અને આંગળીઓ નાં હોવા છતાં આ યુવક કોમ્પ્યુટર માસ્ટર છે.

હાથ ન હોવા છતા ચિત્રા દોરી શકે છે

વનેચંદ પોતાના બંને હાથ માત્ર કોણી સુધી હોવા છતાં તે સારા માં સારું પેન્ટિંગ કરે છે તેમજ ડેશ બોર્ડ પર રેગ્યુલર સ્પીડ સાથે કઈ પણ લખી શકે છે અને તે પણ સુંદર રાઇટિંગ સાથે અને જે હોમ વર્ક આપ્યું હોય તે નોટ બુક માં તે  જાતેજ પૂરું કરે છે તેમજ સાઈકલ પણ ચલાવી શકે છે .

Previous articleમહારાણી હીરજીબાએ પુત્રની સ્મૃતિમાં બનાવેલુ જુવાનેશ્વર મહાદેવ મંદિર
Next articleડો.જય બદીયાણીનું વ્યાખ્યાન