ધંધુકા ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય વિશ્વજ્યોત સોસાયટી કેન્દ્ર સ્થળે રાજયોગિની મનિષાબેન તથા અન્ય સહાયક સ્વયં સેવિકાઓ સહિત રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સૌ પ્રથમ કેન્દ્ર ખાતે દેવાધિદેવ મહાદેવજી તથા પાર્વતીજીના મહિમાનો આધ્યામિક પ્રવચનો આપી ઉપસ્થિત જનસેવકો વચ્ચે આપવામાં આવ્યા હતા ત્યારબાદ તમામ ઉપસ્થિત નગરજનોને રાખડી બાંધવામાં આવી હતી ત્યારબાદ ધંધુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ, ધંધુકા મામલતદાર ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ, તથા અન્ય કર્મચારી ગણ તેમજ પ્રિન્ટિગ ઈલે. મિડીયા પત્રકારોનો રાખડી બાંધી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ ધંધુકા ખાતે આવેલ કેન્દ્ર ખાતે સવારના તેમજ સાંજના એમ બંને સમયે આધ્યાત્મિક વાર્તાલાપ કરવામાં આવે છે.