માધ્યમિક શાળાની માંગ સાથે તાળાબંધી બાદ ગ્રામજનો દ્વારા ઉપવાસ આંદોલન

902

બોટાદના હડદડ ગામે આવેલ પ્રાથમિક શાળાને માધ્યમિક શાળાની મંજૂરી ન મળવાને લઈ ગઈકાલે તાળબંધી કરેલ. ત્યારે આજે સમસ્ત ગામ લોકો દ્વારા શાળા  બહાર ઉપવાસ પર બેઠા. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ બાળક શાળાએ નહિ જાય તેવો ગામ લોકોનો નિર્ણય જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉપવાસ પર બેઠેલા ગામ લોકોની મુલાકાત લઈ કર્યો સમજવાનો પ્રયાસ કર્યો હતો.

બોટાદ તાલુકા ના હડદડ ગામે આવેલ પ્રાથમિક શાળાને  માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવે તેવી ગામ લોકો દ્વારા છેલ્લા ૩ વર્ષથી માંગણી કરવામાં આવે છે પરંતુ તેમની માંગ ન સંતોષતા ગામ લોકો દ્વારા ગઈકાલે શાળાને તાળા બાંધી કરી યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ શાળાએ જશે નહીં તેવો નિર્ણય લઈ આંદોલન શરૂ રાખવાની ચીમકી આપેલ જેને લઈ આજે સમસ્ત ગામ લોકો મહિલા સહિત શાળાની બહાર એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરેલ અને ગામ લોકોની એક જ માંગ કે ગામમાં  માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવે નહીંતર આંદોલન શરૂ રહેશે તેવી ગામ લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવેલ.ગઈકાલે તાળબંધી બાદ આજે ગામ લોકો ઉપવાસ પર બેઠેલ તેમજ વિદ્યાર્થીઓને શાળાએ નહીં મોકલવાની વાત જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હોય ગામ લોકોને સમજાવી વિદ્યાર્થીઓને શાળા એ મોકલવા અને ફરી સરકારમાં રજૂઆત કરવાની ખાત્રી આપેલ પણ ગામ જનો ની એકજ માંગ કે પહેલા માધ્યમિક શાળાની મંજૂરી નહીંતર ગામ લોકો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી  ચીમકી ઉચ્ચારાઈ હતી.

Previous articleદામનગરથી ભીંગરાડ સુધીનો ૧૦ કી.મી. રસ્તો અતિ બિસ્માર
Next articleકેરળમાં રાહત કેમ્પોમાં પુર અસરગ્રસ્તોને રાહુલ મળ્યા