પાટીદાર સમાજ અનામત આંદોલન સમિતિના અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલ આવતી તારીખ ૨૫ થી સતત પાંચ દિવસ માટે ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર ગણાતું ભાવનગર જિલ્લો અને ખાસ કરીને સિહોર તાલુકામાં હાર્દિક પટેલ આવી રહ્યા છે ત્યારે ચોક્કસ રાજકારણ પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને સતત ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ દિવસ હાર્દિક પટેલ અને એમની ટિમ દ્વારા ધામા નાખશે અને હાલ પણ હાર્દિકને આવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં વિજય માંગુકિયા,નરેશ ડાખરા, ગોપાલ ઇટાલીયા, તેજસ વધાસિયા, હેમીશ પટેલ, મનોજભાઈ ટિબી, કલ્પેશ ઘોરી, ચિરાગ નવડ઼યિા, કીરીટભાઈ ગોધાણી, નીતિનભાઈ ગલાણી, ભાવેશ ગોરશિયા, સહિતના પાસ આગેવાનો દ્વારા મિટિંગ ગ્રુપ મિટિંગ અને ગ્રામ સભા ચાલુ કરી ને કાર્યક્રમ ને સફળ બનાવવા કમર કસી રહ્યાં છે ત્યારે ગામડે ગામડે સભા રોડશો બેનરોની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ખાસ કરીને સિહોર, ઉમરાળા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાર્દિકની હાજરીમાં સભાઓ અને ગ્રુપ મિટિંગોનું આયોજનની અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.