ભાવનગરપરા રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે કુંભારવાડાના વૃધ્ધનું કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા રેલ્વે પોલીસ દોડી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની મળતી વિગત મુજબ, ભાવનગરપરા રેલ્વે સ્ટેશન નજીક ગેટ નં.ર૧૯ પાસે સવારના સમયે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેનની અડફેટે કુંભારવાડા અમર સોસાયટીમાં પ્લોટ નં.૪ર-બીમાં રહેતા વજુભાઈ નારણભાઈ પરમાર ઉ.વ.૬પ આવી જતા વજુભાઈનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા રેલ્વે પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી.