સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ભાષાના પુનરોત્થાન માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે. શ્રાવણી પુર્ણિમા સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે સંદર્ભે ભાવનગર સંસ્કૃત ભારતી દ્વારા જુદા-જુદા કાર્યક્રમો યોજાયાં. સંસ્કૃત પુસ્તક વદતુ સંસ્કૃતમ તથા રસ પ્રશ્નામાંથી લેખિત સ્પર્ધા. સંસ્કૃત સમુહગાન સ્પર્ધા યોજાય. જેમાં પ્રાથમિકથી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. વિજેતા વિદ્યાર્થીઓને સંસ્કૃત પુસ્તક આપી સન્માનવામાં આવ્યા. ગીરીશભાઈ શેઠના અતિથિ વિશેષપદે આ કાર્યક્રમ યોજાયો. નિર્ણાયક તરીકે ભૈરવીબેન દીક્ષિત, રાજીવભાઈ ભટ્ટે સેવા આપેલ. ભાવનગરના સયોજીકા ઉર્મિબેન જાનીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન-સંકલન કરેલ.