તા. ૧પ-૮-૧૮ સ્વાતંત્રદિન રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ અને દક્ષિણામુર્તિના ઉપક્રમે ભાવનગર શહેરની (ર૦) શાળાઓના વિદ્યાર્થી ભાઈ-બહેનોની એક વકૃત્વ સ્પર્ધાનું આયોજન તાજેતરમાં કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં તોલમાપ અધિકારી યોગેશભાઈ જોષી, આસી. શિક્ષણાધિકારી પાંડેય, ભાવનગર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ સમીરભાઈ શાહ, દક્ષિણામુર્તિના પ્રિન્સીપાલ ભરતભાઈ પટેલ, ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મણીભાઈ ગાંધી, ઉપપ્રમુખ ધીરૂભાઈ ધંધુકિયા, માનદ મંત્રી પ્રકાશભાઈ બોસમીયા, વિપુલભાઈ મહેતા, ટ્રસ્ટીઓ હિતેશભાઈ રાજયગુરૂ મયંકભાઈ ગોસાઈ, જેશંકરભાઈ તૈરૈયા, ઉમાબેન ત્રિવેદી, જતીનભાઈ પંડયા, મીનાબેન ચોકસી, રમેશભાઈ વ્યાસ, અલ્પેશભાઈ ત્રિવેદી, તથા કારોબારી સભ્યો વગેરે ઉપસ્થીત રહેલ તેમજ નિર્ણાયક તરીકે યુરોકિડસ પ્લે સ્કુલના સંચાલક સરલાબેન સોપારીયા, ધરતીબેન રાજયગુરૂ તેમજ ઉમાબેન ત્રિવેદીએએ સેવા આપેલ.
જેમાં શહેરની જુદી જુદી ર૦ શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધેલ અને ગ્રાહકોએ કઈ બાબતમાં, કેવી રીતે છેતરાય છે, તેમજ ઓનલાઈન ખરીદીથી થતાં લાભ તેમજ ગેરલાભ જાણીતી કંપનીઓ ઓનલાઈનમાં ઈનામી ડ્રોમાં જે તે ગ્રાહકે લાખોમાં ઈનામો લાગેલ છે. તેવી ખોટી જાહેરાત – ટેલિફોનીક વાતથી ગ્રાહકોને છેતરે છે. તે બાબતે શું ધ્યાનમાં લેવું જોઈએ તેવી અનેક બાબતની જાણકારી આજના ગ્રાહકો એવા નાનામાં નાના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પોતાના વકતવ્યમાં પ્રસ્તુત કરેલ.
આ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમક્રમે બી.એમ. કોમર્સની ચૌહાણ ખ્યાતિ, દ્વીતિયક્રમે મહેંદી સ્કુલ ઈંગ્લીશ મીડીયમની અસારીયા ઝલેરા, તૃતિયક્રમે દક્ષિણામૂર્તિ હાઈસ્કુલની વિદ્યાર્થીની ડાભી રક્ષા , જેમાં વિદ્યાર્થીઓને શીલ્ડ અને આ ત્રણેય શાળાઓને રનીંગ શિલ્ડ તેમજ ચોથાક્રમે મુકતા લક્ષ્મી મહિલા વિદ્યાલયની વિદ્યાર્થીની યાદવ વેશાલી મુકેશભાઈ અને પાંચમાંક્રમે ઘરશાળા હાઈસ્કુલની વિદ્યાર્થીની પુરોહિત ભગવતી પ્રતાપભાઈને મળેલ છે. તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિન્હ આપવામાં આવેલ.