તળાજાની આરાધ્ય વિદ્યાસંકુલ ખાતે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન નિમિત્તે શાળાની બહેનોએ ભાઈઓના કાંડા પર રક્ષા બાંધી મો મીઠું કરાવી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં નાના-નાના ભુલકાઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.