ઓસ્ટ્રેલીયામાં ચાલી રહેલ આસો માસની નવરાત્રીની ઉજવણી પ્રસંગે માતાના ગુણગાન ગાવા ગયેલ કલાકારો પર સ્થાનિક રહિશોએ ડોલર (સ્થાનિક કરંન્સી)નો વરસાદ વરસાવ્યો હતો.
પરદેશમાં ભારતીય ખાસ કરીને ગુજરાતી હિન્દુ પંચાગની બરાબરીએ એક માસ આગળ ચાલી રહ્યો છે. જે અન્વયે ઓસ્ટ્રેલીયામાં ગુજરાતી પરિવારો દ્વારા આસો માસની નવરાત્રી ઉજવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાંથી યુવા કલાકાર બંધુ ઉમેશ બારોટ તથા ધર્મેશ બારોટ (રામ-લખન)શક્તિ એન્ટરટેઈનમેન્ટ ઓર્ગેનાઈઝરના પીનલ પટેલ જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ, દર્શન બારોટ, વિપૂલ બારોટના સૌજન્ય થકી ઓસ્ટ્રેલીયા નવરાત્રી મહોત્સવમાં કાર્યક્રમ આપવા પહોચ્યા હતા જ્યાં લોક ભાતીગળ કલાની જોરદાર રજુઆત કરતા સ્થાનિકો માતાના ગુણગાન પર ભાવવિભોર બન્યા હતા અને બંન્ને કલાકારો પર જોત જોતામાં ૨૦ હજાર ડોલરની ‘ઘોર’કરી બિરદાવ્યા હતા આ કલાકારોને અત્રેના બારોટ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શંભુજી રાવ સતિષભાઈ બારોટ અમરૂભાઈ બારોટ, તુષાર બારોટ તથા સૌરાષ્ટ્ર, કચ્છ કાઠીયાવાડના સમસ્ત બારોટ સમાજ દ્વારા અભિનંદનની વર્ષા કરી તેમની કલાને બિરદાવી છે.