ભાવનગર રેન્જ આઈજી કોમાર દ્વારા આજરોજ તેના તાબા હેઠળ આવતી આરઆર સેલ ટીમનું વિસર્જન કર્યુ હતું અને સેલમાંથી છુટા કરેલ તમામ પોલીસ કર્મચારીને જે તે પોલીસ મથકમાં હાજર થવા હુકમ કર્યો છે તેમજ ત્રણેય જિલ્લાના કર્મીઓને હેલ્મેટ પહેરવા પરિપત્ર આપ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના રેન્જ આઈજી કોમારની ભાવનગર ખાતે ટ્રાન્સફર થયા બાદ આર.આર. સેલ ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓને છુટા કરી જે તે પોલીસ મથકમાં ફરજ બજાવવા હુકમ કર્યો હતો. જેમાં બાકી રહી ગયેલા બે પોલીસ કર્મીને ગઈકાલે સાંજે આઈ.જી. કોમારા દ્વારા છુટા કરી દેતા આર. આર. સેલનું સંપૂર્ણપણે વિસર્જન થયું હતું.
વધુમાં રેન્જ આઈ.જી. કોમાર દ્વારા ત્રણેય જિલ્લાના પોલીસ કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવા તેમજ વાહનો પર લખેલ પોલીસ ‘પી’ અથવા અન્ય કોઈ લખાણ હટાવી લેવા પરિપત્ર આપ્યો છે.
ટ્રાફિક બ્રિગેડ-હોમગાર્ડ જવાનોને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ
રાજયના પોલીસ વડાએ ભાવનગર શહેર જિલ્લામાં સુરક્ષા વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મીઓને પોતાને ફરજ સ્થળે તથા ફરજ દરમ્યાન નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનો હુકમ કર્યો છે.
ગુજરાત રાજય પોલીસ મહાનિર્દેષક દ્વારા ભાવનગર શહેર જિલ્લા પોલીસ, હોમગાર્ડ તથા ટ્રાફિક બ્રિગેડને પાઠવેલ પરિપત્રમાં જણાવ્યા અનુસાર ભાવનગર શહેર જિલ્લામાં જાહેર સ્થળો પર તથા અન્ય સ્થાનો પર સુરક્ષા – કાયદો વ્યવસ્થાની જવાબદારી સંભાળતા પોલીસ જવાનો, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષકદળ જીઆરડી જવાનો દ્વારા ટુ વ્હીલ વાહન ચલાવતી વેળા હેલ્મેટ પહેરતા નથી એજ રીતે ટ્રાફીક બ્રિગેડ, હોમગાર્ડ તથા અન્ય જવાનો રોડ પર ફરજ બજાવતી વેળા રિફલેકિટવ જેકેટ ધારણ કર્યુ સરુક્ષા જવાનોએ પોતાના વાહનો પરથી તમામ પ્રકારનું બિન અધિકૃત લખાણ દુર કરવુ તથા તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું છે.