ભરતનગરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

1362

શહેરના ભરતનગર વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. મુકેશભાઇ સજાભાઇ ને મળેલ બાતમી આધારે ભરતનગર, નવા બે માળીયા મેલડીમાના મંદિર પાસે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા શિવભદ્રસિંહ ભરતસિંહ ઝાલા રહે.ભરતનગર, નવા બે માળીયા બ્લોક નંબર ૧૬/એ, પંકજભાઇ કાન્તીભાઇ ચાવડા રહે. બોરતળાવ, શિવનારાયણ સો.સા. પ્લોટ નંબર ૨૩, દર્શનભાઇ મનુભાઇ પરમાર રહે.કાળાનાળ, વેણીભાઇ પારેખને રોકડ રૂપિયા ૧૨,૧૫૦/- તથા મોબાઇલ ફોન-૨, ગંજીપાના મળી કુલ રૂપિયા ૨૭,૧૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

Previous articleરૂબેલા રસીકરણની નબળી કામગીરીવાળી ૩૪ શાળાઓની કમિશ્નર ગાંધી દ્વારા સમીક્ષા
Next articleસતત બીજા દિવસે ડીમોલીશનના વિરોધમાં બિઝનેસ સેન્ટરના વેપારીઓએ બંધ પાળ્યો