વડાપ્રઘાન સાથે ૫૦ દિવ્યાંગ બાળકોએ રા-રો ફેરી પ્રવાસનો આનંદ માણ્યો…

778
bvn23102017-2.jpg

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ઘોઘા-દહેજ ફેરી સર્વિસનો ઘોઘા-ભાવનગરથી પ્રારંભ કરાવ્યો હતો.  ઘોઘાથી શરૂ કરાયેલી આ પ્રથમ સેવામાં સ્વયં તેઓએ પ્રવાસ કરી દહેજ પહોચ્યા હતા. તેમની સાથે ૫૦ જેટલા દિવ્યાંગ બાળકોએ પણ ફેરીના પ્રવાસનો આનંદ માણ્યો હતો.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનુ અંતર અને મુસાફરીનો સમય ઘટાડવા ઉપરાંત રાજય ઘોરી માર્ગ પરનો ટ્રાફીક હળવો કરવાના આશયથી શરૂ કરાયેલી આ સેવા થી બે સ્થળ વચ્ચેનુ અંતર ૩૬૦ કી.મી થી પણ ઘટીને ૩૧ કી.મી તથા માર્ગ પ્રવાસમાં લાગતો ૮ કલાકનો સમય ઘટીને માત્ર દોઢ કલાકનો થઇ જશે.
 વડાપ્રઘાને જેટી ખાતે પુજન કરી આ સેવાનો પ્રારંભ કરાવીને 
સ્વયં પ્રવાસ કરીને દહેજ પહોચ્યા હતા. તેમની સાથે ભાવનગર કે એલ ઇન્સટીટયુટ, કે કે અંઘ ઉઘોગ શાળા તથા અંકુર શાળાના ૫૦ દિવ્યાંગ બાળકોએ પણ વડાપ્રઘાનશ્રી સાથે ફેરી પ્રવાસનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગ બાળકોએ પણ આ પ્રવાસના પગલે પોતાની ખુશી વ્યકત કરી હતી. 
વડાપ્રઘાન જયારે જે.ટી ખાતે આવી પહોચ્યા ત્યારે ગુજરાતના અનેક કલા મંડળોએ તેમનુ નૃત્ય-રાસ-ગરબા-ઢોલ નગારા વાદન સાથે સ્વાગત કર્યુ હતુ. વડાપ્રઘાન સાથે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, મંત્રી જશાભાઇ બારડ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી પણ પ્રવાસમાં જોડાયા હતા. 

Previous articleકાળીયાબીડને કાયદેસર કરતા મુખ્યમંત્રી રૂપાણી
Next articleઘોઘા-દહેજ ફેરી સર્વિસનું PM હસ્તે ઉદ્દઘાટન