ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રજનીશ રાયે હાલ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. આઇપીએસ રજનીશ રાય સોહરાબુદ્દીન એન્કાઉન્ટર વખતે ઘણા ચર્ચામાં આવ્યા હતા. તેમના સાથી પોલીસ અધિકારીની ધરપકડ થતા તેઓ ચર્ચામાં આવ્યા હતા.
હાલ આઇપીએસ રજનીશ રાય આંધ્રપ્રદેશમાં સીઆરપીએફમાં ફરજ પર છે. પરંતુ તેમના પત્ની પણ ગુજરાતમાં ઉચ્ચ પદે પાછા ફર્યા હતા, જેથી પતિ-પત્નીને એક જ જગ્યાએ રાખવાના સરકારના નિયમ મુજબ તેઓ ગુજરાતમાં પાછા ફરી રહ્યા છે તેવા અહેવાલો સામે આવ્યા હતા. પરંતું આજે ગુજરાત કેડરના આઇપીએસ રજનીશ રાયે એકાએક રાજીનામું આપી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો.વર્ષ ૧૯૯૨ની બેચના આઈપીએસ અધિકારી રજનીશ રાય ગત વર્ષ ૨૦૧૪થી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ફરજ બજાવતા હતા, જ્યારે તેમની પત્ની વચલા વાસુદેવા પણ સરકારમાં (આઈએએસ) ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. આઈપીએસ અધિકારી રજનીશ રાય એક એવા પોલીસ અધિકારી તરીકે ઓળખાય છે, જેમણે ભૂતકાળમાં ગુજરાતના નકલી એન્કાઉન્ટરના કેસોની અંદર ઘણા પોલીસ અધિકારીઓની પુછપરછ કરી હોવાથી જેતે સમયે રાજ્ય સરકારની આંખે ચઢ્યા હતા.