જર્મન ખેલાડીએ ધ્યાનચંદનો તોડ્યો હતો દાંત

1328

1936ની બર્લિન ઓલિમ્પિકમાં તેની સાથે રમનારા અને બાદમાં પાકિસ્તાનના કેપ્ટન બનેલા આઇએનએસ દારાએ એક ઘટનાને યાદ કરતા લખ્યુ- છ ગોલ ખાધા બાદ જર્મન ખરાબ હોકી રમવા લાગ્યા હતા, તેમના ગોલકીપર ટીટો વાર્નહોલ્ટઝની હોકી સ્ટિક ધ્યાનચંદના મોઢા પર એટલી જોરથી વાગી હતી કે તેનું દાંત તૂટી ગયુ હતું.

ગોલ્ડ મેડલ જીતાડનારા ધ્યાનચંદની સિદ્ધિ

સતત ત્રણ ઓલિમ્પિક (1928 એમ્સટર્ડમ, 1932 લોસ એન્જલસ અને 1936 બર્લિન)માં ભારતને હોકીનો ગોલ્ડ મેડલ જીતાડનારા ધ્યાનચંદની સિદ્ધિની સફરે ભારતીય રમતને ઇતિહાસમાં ગૌરવ અપાવ્યુ છે.

પ્રારંભિક સારવાર બાદ મેદાન પર પરત ફરેલા ધ્યાનચંદે ખેલાડીઓને આદેશ કર્યો કે હવે કોઇ ગોલ ના ફટકારવામાં આવે. જર્મન ખેલાડીઓને બતાવવામાં આવે કે બોલ પર નિયંત્રણ કેવી રીતે રાખવામાં આવે છે. તે બાદ ખેલાડી વારંવાર બોલને જર્મનીની ડીમાં લઇ જતા અને પછી બોલને બેક પાસ કરી દેતા હતા. જર્મન ખેલાડીઓને સમજમાં નહતું આવતુ કે શું થઇ રહ્યું છે.

ભારતે તે ફાઇનલમાં જર્મનીને 8-1થી હરાવ્યું હતું. જેમાં ત્રણ ગોલ ધ્યાનચંદે કર્યા હતા. 1936ની ઓલિમ્પિક શરૂ થયા પહેલા એક પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમ જર્મની સામે 4-1થી હારી ગઇ હતી. ધ્યાનચંદે પોતાની આત્મકથા ‘ગોલ’માં લખ્યુ, ‘હું જ્યાર સુધી જીવીત રહીશ આ હારને ક્યારેય નહી ભુલુ. આ હારે અમને એટલા ડરાવી દીધા હતા કે અમે આખી રાત ઉંઘી નહતા શક્યા.’

ધ્યાનચંદના શાનદાર પ્રદર્શનથી ખુશ થઇ હિટલરે તેને ભોજન પર બોલાવ્યો અને કહ્યું કે તમે જર્મની તરફથી રમો. હિટલરે તેના બદલામાં મજબૂત જર્મન સેનામાં કર્નલના પદની પણ ઓફર કરી હતી પરંતુ ધ્યાનચંદે કહ્યું, ‘હિન્દુસ્તાન મેરા વતન હે ઔર મે વહાં ખુશ હું.’

ધ્યાનચંદ સાથે જોડાયેલા  જાણવા જેવી વાત

– ધ્યાનસિંહ રાત્રે પ્રેક્ટિસ કરતા હતા, માટે તેમને સાથી ખેલાડીઓ દ્વારા ઉપનામ ‘ચાંદ’ આપવામાં આવ્યું.
– મેજર ધ્યાનચંદને બાળપણમાં હોકી નહી પણ કુશ્તીથી પ્રેમ હતો.
– ભારતે 1932 ઓલિમ્પિક દરમિયાન અમેરિકાને 24-1 અને જાપાનને 11-1થી હરાવ્યું હતું. ધ્યાનચંદે આ 35 ગોલમાંથી 12, જ્યારે તેના ભાઇ રૂપ સિંહે 13 ગોલ ફટકાર્યા હતા.
– એક વખત જ્યારે ધ્યાનચંદ એક મેચ દરમિયાન ગોલ ફટકારી નહતા શક્યા તો તેમને ગોલ પોસ્ટના માપ પર શંકા વ્યક્ત કરી હતી. અંતે તે સાચા હતા. ગોલ પોસ્ટ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ નિર્ધારિત ન્યૂનતમ પહોળાઇ નહતી.

– ધ્યાનચંદ 22 વર્ષ સુધી ભારત માટે રમ્યા અને 400 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા. જ્યારે ધ્યાનચંદ રમતા હતા ત્યારે તેમની સ્ટિક બોલ સાથે ચીપકી જતી હતી. હોલેન્ડમાં એક મેચ દરમિયાન ચુંબક હોવાની આશંકામાં તેમની સ્ટિક તોડવામાં આવી હતી.

– ધ્યાનચંદનું 3 ડિસેમ્બર,1979માં દિલ્હીમાં નિધન થઇ ગયું. ઝાંસીમાં તેમના અંતિમ સંસ્કાર તે મેદાન પર કરવામાં આવ્યા જ્યા તે હોકી રમતા હતા.

 

Previous articleમોંઘવારી ભથ્થામાં 2%નો વધારો
Next articleજમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં મોટી આતંકી હુમલો