જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં બુધવારે બપોરે આતંકી હુમલો થયો છે. આતંકીઓના આ હુમલામાં 4 પોલીસ જવાનો શહીદ થયા છે. હુમલો કરનારા આતંકીઓ કોણ છે તેની જાણકારી મળી નથી. હુમલાના સમાચાર મળતા જ તમામ ઓફિસરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
મહત્વનું છે કે જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારની સવારે જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ખાનબળના મુનિવાદ ગામમાં આતંકવાદીઓની હાજરીની ખાતરીની સૂચનાના આધાર પર સુરક્ષાદળોએ આજે સવારે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.