એશિયન ગેમ્સ-2018ના 11માં દિવસે બોક્સર વિકાસ કૃષ્ણને સેમિ ફાઇનલમાં પહોંચીને પોતાનો મેડલ નિશ્ચિત બનાવી દીધો છે. વિકાસે ચીનના ઈર્બિક સામે 3-2થી વિજય મેળવ્યો હતો. આ સિવાય બોક્સર અમિતે પુરુષોની 49 કિગ્રા ફ્લાઇવેટની સેમિ ફાઇનલમાં પહોંચી મેડલ પાકો કરી લીધો છે. અમિતે ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયાના બોક્સર રયોન કિમ જાંગને 5-0થી હરાવ્યો હતો. સેમિ ફાઇનલમાં તેનો મુકાબલો ફિલિપાઇન્સના કાર્લો પાલ્લમ સામે થશે.
સ્કવોશમાં જોશના ચિનપ્પા, દીપિકા પલ્લિકલ, સુનૈના કુરુવિલા અને તન્વી ખન્નાની ટીમે ચીનને 3-0થી હરાવી મહિલા ટીમ પૂલ-બી ટાઇમાં જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે એક બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધો છે.