દસ કા દમ શોમાં સલમાન સાથે શાહરૂખ, રાની રહેશે

1174

સલમાન ખાનના લોકપ્રિય ટીવી શો દસ કા દમમા શાહરૂખ ખાન અને રાની મુખર્જી પણ નજરે પડનાર છે. આ બંને સલમાન ખાનની સાથે ભરપુર મસ્તી કરતા નજરે પડનાર છે. ચેનલે શોના ખાસ એપિસોડના પ્રોમો લોન્ચ કરી દીધા બાદ ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ચાહકો તો આ એપિસોડને લઇને પહેલાથી જ ઉત્સાહિત છે. એપિસોડની ઝલક જોઇને એવુ લાગી રહ્યુ છે કે તે શો ખુબ રોમાંચક અને મસ્તીથી ભરપુર રહેનાર છે. આ શો અમને જુની યાદોમાં પહોંચાડી દેશે. એક તો શાહરૂખ ખાનની મસ્તી જેમાં ફનના તડકા લગાવવામાં આવનાર છે. આ શોમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને રાની બાદશાહના હિટ ગીત લુન્ગી ડાન્સ પર એક લુન્ગી પહેરીને નાચતા દેખાશે. સૌથી રોચક બાબત એ પણછે કે સલમાન ખાન શો દરમિયાન બાળકને ડાયપર પહેરાવતા નજરે પડનાર છે. રાખી પણ જોવા મળનાર છે. આ શો દરેક કલાકાર પણ નિહાળે તેવી શક્યતા છે. શોમાં  ખાસ મશાલા ઉમેરી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વિડિયોમાં સુનિલ ગ્રોવર પણ નજરે પડનાર છે. જે પોતે અમિતાભ બચ્ચનની કોપી કરતા નજરે પડનાર છે. બીજી બાજુ શો દરમિયાન કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાન સલમાન ખાનને યુવતિઓને કઇ રીતે ઇમ્પ્રેસ કરવામાં આવે તે અંગે કેટલીક ટિપ્સ પણ આપનાર છે. દસ કા દમ શોને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બોલિવુડના દબંગ સલમાન અને શાહરૂખ ખાન પોતાના શોને લઇને ખુશ છે. બીજી બાજુ બંનેને સાથે જોવા માટે ચાહકો ઉત્સુક છે. કુછ કુછ હોતા હે અને કરણ અર્જુનમાં આ બંને કલાકારો એક સાથે જોવા મળ્યા હતા.

Previous articleઈંડિયન રેલવેએ તૈયાર કર્યો દેશનો પહેલો સ્માર્ટ કોચ,ગરબડીની સૂચના પહેલેથી જ મળી જશે
Next articleમોટે ભાગે સફળ અને સુખી લોકોની બાયો-ફિલ્મ બનાવવામાં આવે છે : દીપિકા પાદુકોણ