ઈન્દ્રોડા પાર્ક પાસેથી દારૂ ભરેલી ગાડી પકડાઈ

846
gandhi24102017-2.jpg

ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે. ડી. પુરોહિતને આપેલ સુચના મુજબ તેઓએ આ દિશામાં સતત પ્રયત્નો હાથ ધરેલ. 
હાલમાં ચાલી રહેલ દિવાળીના વેકેશનનો લાભ લઈ દારૂની હેરાફેરી કરતા વાહનો શોધી પકડી પાડવા અંગે પો.ઈન્સ. જે.ડી. પુરોહીતની સૂચના મુજબ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના પોસઈ કે. એ. પટેલ તથા અ.હે.કોન્સ. રમેશભાઈ ગોવિંદભાઈ, તથા મહીપાલસિંહ પ્રવિણસિંહ તેમજ પો.કો. વિપુલભાઈ રામાભાઈઓ સાથે ગાંધીનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પો.કો. વિપુલભાઈને મળેલ બાતમી હકીકત આધારે ગાંધીનગર જ-રોડ પર ઈન્દ્રોડા પાર્કના ગેટ પાસે રોડ ઉપર નાકાબંધી કરેલ તે દરમ્યાન વોકસ વેગન વેન્ટો કાર નં. જીજે-૦૧-કેજે-૧૦૩ નો ચાલક ગાડી લઈ ચિલોડા તરફથી આવતાં તેને રોકાવતા તે ભાગવા લાગેલ જેનો પીછો કરી પકડી પાડી ગાડીમાં તપાસ કરતાં હેવર્ડ પ૦૦૦ બિયર ભરેલ પેટીઓ નંગ ૧૩ તથા પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કી દારૂની પેટીઓ નં. ૧૮ દારૂ ભરેલ ગાડી સાથે કુલ રૂ. ર,૯૬,પ૦૦/- ના મુદામાલ સાથે આરોપી રાજેશ ગોવિંદભાઈ સેન, રહે. નરોડા, અમદાવાદને પકડી પાડેલ જે પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો ભિલોડા ખાતેથી ભરી લાવી અમદાવાદ ખાતે છગનભાઈ પ્રજાપતિ નામના ઈસમને રીંગરોડ પર આપવા જતો હોવાની હકીકત જણાવેલ છે. આ કામની વધુ તપાસ અ.હે.કો. રમેશભાઈ ચલાવી રહેલ છે. તેમજ તપાસ દરમ્યાન અન્ય સહ આરોપીઓના નામ પણ ખૂલવા પામે તેમ છે.

Previous article રાજ્ય પાક વીમા ફંડની રચના કરવામાં આવશે : ચીમનભાઇ સાપરીયા  
Next article મોટર વાહન વ્યવહાર નિરીક્ષકના ૮૮ કર્મયોગીઓને નિમણૂક પત્રો એનાયત