રાજુલા તાલુકાના વાવેરા ગામે ૬૯મો વન મહોત્સવ ઉજવાયો

1154

રાજુલા તાલુકાના વાવેરા ગામે તા. ર૮-૮-૧૮ મંગળવારના રોજ તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટર પાઠક, મુળ વાવેરાના અને હાલ વાપી ઉદ્યોગપતિ એવા દકુભાઈ વોખડા, તા.પં. સદસ્ય પ્રતાપભાઈ મકવાણા, સરપંચ બચુભાઈ ધાખડા, ભાજપ મહામંત્રી કનુભાઈ ધાખડા, પુર્વ તા.પં. પ્રમુખ હનુભાઈ ધાખડા, ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, પુર્વ તા.પં. પ્રમુખ વકલુભાઈ બોસ, જિલ્લા ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ, ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ ધાખડા, તા. સરપંચ એ. પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, પ્રકૃતિપ્રેમી વિપુલભાઈ લહેરી, ઈન્ચાર્જ ફોરેસ્ટર યુવરાજભાઈ વાળા તેમ બહોળી સંખ્યામાં વાવેરા ગ્રામજનો ઉપસ્થિત રહેલ. સાથે બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તેમા વૃક્ષોનું મહત્વ, પિરામિડ, વૃક્ષોથી થતા ફાયદા, તેમજ વૃક્ષરથ આખા ગામમાં ફેરવવામાં  આવ્યો સાથે ફ્રી વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ હડુભાઈ ધાખડાના હસ્તે ૧રમાં ધોરણના વિદ્યાર્થીને કારકિર્દી માર્ગદર્શન પુસ્તક ભેટ આપવામાં આવી.

દકુભાઈ ધાખડા દ્વારા પ્રસંગોચિત વ્યકતવ્ય આપવામાં આવ્યું. સાથે પધારેલ મહાનુભાવોની હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આરએફઓ મેમડ પાઠકે વૃક્ષોનું જતન કરવા હાંકલ કરી અને કનુભાઈ ધાખડા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો.

Previous articleવિધાનસભાના આગામી સત્રની તારીખ જાહેર, કોંગ્રેસ આ મુદ્દાઓને લઈને સજ્જ
Next articleવલ્લભીપુરમાં અટલજી માટે પ્રાર્થનાસભા