વિધાનસભાના આગામી સત્રની તારીખ જાહેર, કોંગ્રેસ આ મુદ્દાઓને લઈને સજ્જ

2259

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ શરૂ થશે. ૧૮ સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ૧૪મું સત્ર હશે. આ બે દિવસીય મળનારું સત્ર તોફાની રહે તેવા એંધાણ મળી રહ્યા છે. કોંગ્રેસ ખેડૂતોના દેવા અને અનામત સહિતના મુદ્દે સરકારને ઘેરી શકે છે. આ સિવાય રાજ્ય સરકાર પોતાની આગામી જાહેર કરેલી યોજના વિશે ગૃહમાં રજૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાના સત્રની તારીખ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આગામી ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં ગુજરાત વિધાનસભાને સત્ર યોજાવાની જાહેરાત કરશે.

લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત સરકારનું વિધાનસભામાં પ્રદર્શન મહત્વપૂર્ણ બની રહેનાર છે. વધુ આક્રમક બનેલી ગુજરાત કોંગ્રેસ, ખેડૂતોના દેવા, અનામત, મગફળીકાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારને ગૃહની અંદર ઘેરી શકે છે.

Previous articleમાઉન્ટ કાર્મેલની ઘટનાનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ, આવેદનપત્ર
Next articleરાજુલા તાલુકાના વાવેરા ગામે ૬૯મો વન મહોત્સવ ઉજવાયો