ગઢડા રેફરલ હોસ્પિટલોમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે ડોક્ટર, દર્દીઓ હેરાન-પરેશાન

1393

ગઢડાની રેફરલ હોસ્પિટલમાં એક જ ડોક્ટરથી દર્દીઓ થયા પરેશાન. રોજની ર૦૦થી વધુ ઓપીડી સામે માત્ર એક જ ડોક્ટર હોવાના કારણે લોકોને કલાકો સુધી બેસી રહેવું પડે છે. ઈમરજન્સી કેસમાં દર્દીઓને બહાર રીફર કરવામાં આવે છે. તો હોસ્પિટલમાં મોટાભાગના રૂમો જર્જરીત હાલતમાં.

બોટાદ જિલાના નું ગઢડા ગામ જે ૫૦ હજાર ની વસ્તી ધરાવતું ગામ છે અને ૭૬ તાલુકા ધરાવે છે. ગઢડા શહેર અને તાલુકાના લોકોના આરોગ્ય માટે અહીંયા રેફરલ હોસ્પિટલ છે.પણ આ હોસ્પિટલ માં સુવિધા ના બદલે દુવિધા જોવા મળી રહી છે.હોસ્પિટલ માં અપૂરતા ડોકટરના કારણે દર્દીઓને થવું પડે છે પરેશાન.જો ગઢડા રેફરલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં ૪ ડોકટરો ની જગ્યા છે તેની સામે માત્ર એકજ ડોકટર થી હોસ્પિટલ ચાલે છે.નથી ગાયનેક ની સુવિધા કે નથી ઓર્થોપેડિક ડોકટર ની સુવિધા.ખાસ કરીને મોટાભાગના ડિલિવરી ના દર્દીઓ આવતા હોય છે ત્યારે આ દર્દીઓને રીફર કરવામાં આવેછે અથવા તો ખાનગી હોસ્પિટલમાં  જવું પડે છે. જ્યારે ઇમરજન્સી કેસ આવે તો ડોકટર તે કેસમાં જતા રહે છે અને અન્ય સામન્ય તાવ ,શરદી અને ઉધરસના કેસો વાળા દર્દીઓને કલાકો સુધી બેસવું પડે છે .ત્યારે દર્દીઓની સુવિધા મળી રહે તે માટે વહેલી તકે ડોકટર મુકવામાં આવે તેવી માંગ છે. તદ્દઉપરાંત અત્રે ઇમરજન્સી કેસો આવે છે.ત્યારે આ દર્દીઓ ભયના માહોલ હેઠળ હોસ્પિટલમાં આવતા હોય તેવું દેખાય રહ્યું છે. કારણ કે રેફરલ હોસ્પિટલ ના મોટા ભાગના રૂમો જજરીત હાલતમાં દેખાય રહ્યા છે.હોસ્પિટલમાં જે રૂમોમાં દર્દીઓ દાખલ થાય છે તે રૂમો જજરીત હાલતમાં છે.રૂમોમાં છતના ગાબડા પડેલા જોવા મળે છે.ત્યારે હોસ્પિટલ માં જે દર્દીઓ દાખલ થાય છે તે ભયના માહોલમાં દાખલ થાય છે કારણ કે જજરતી રૂમોના કારણે તેમનું ધ્યાન ત્યાંજ રહે છે.ત્યારે વહેલી તકે આ જજરીત રૂમો રીપેર કરવામાં આવે તેવી દર્દીઓ ની માગ છે. કે પછી સરકાર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે.

Previous articleડો.યુસુફખાનનું વ્યાખ્યાન યોજાયું
Next articleઆદર્શ પ્રા. શાળા કોળીયાક ખાતે રાષ્ટ્રીય પર્વ ઉજવાયો