આદર્શ પ્રાથમિક શાળા-કોળીયાકમાં રાષ્ટ્રીય પર્વ ૧પમી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી હતી. સરપંચ જગદિશભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. મકવાણા ખુશી અને ચૌહાણ ધર્મેશ તેમજ શિક્ષિકા બહેનો મમતાબેન ગોહિલ, યોગીતાબેન કંટારીયા, શિલ્પાબેન પરમાર દ્વારા રાષ્ટ્રીય પર્વનું મહત્વ અને કાંતિકારીઓને યાદ કરી ભાવાંજલી આપવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન જયાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. ગોવિંદભાઈ ડાભી, મયુર કાલેરી, માધુભાઈ ચુડાસમા, માધવ, કાળુભાઈ સોલંકી, તા.પં. સદસ્યએ પ્રોત્સાહક હાજરી આપી હતી.
ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રમતોત્સવનું આયોજન કરેલ. જેમાં લીંબુ ચમચી, ત્રીપગી દોડ, સંગીત ખુરશી, ગાળીયા પાસ, લોટ કુકડી, સો મીટર દોડ જેવી અનેક વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરેક સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ઓધાભાઈ બારૈયા તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.