રાજુલા યુવા ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

1242

આજરોજ રાજુલા શહેર યુવા ભાજપ દ્વારા રાજુલા શહેર શ્રમજીવી નગર પ્રાથમિક શાળામાં સર્વરોગ નિદાન કેમ્પ તથા ફ્રી સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં આ સેવાકિય પ્રવૃત્તિનો લાભ લીધો હતો અને શહેરના પ્રખ્યાત ડોક્ટર વિપુલ મહેતા, ડો.વિપુલ બાવસળીયા, ડો.હિતેશ હડીયા, ડો.પ્રતાપ પોપટ દ્વારા સેવા પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વામીનારાયણ મંદિરના કોઠારી નારાયણ સ્વામી, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા યુવા ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ, જિલ્લા કારોબારી સદસ્ય વિરભદ્રભાઈ ડાભીયા, ચિરાગ મેુવાડા, અજયસિંહ ગોહિલ, રાજુલા યુવા ભાજપના મહામંત્રી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાગરભાઈ સરવૈયા, પ્રદિપ ટાંક, મહેન્દ્રભાઈ ધાખડા, સંદિપ ટાંક, જયદેવભાઈ ધાખડા, ગજેન્દ્રભાઈ વાળા, સંજયભાઈ લાડવા, કનુભાઈ ધાખડા, ચિરાગદાદા જોશી, કૈલેંશ શિયાળ, હરિભાઈ ભગત, જય પરમાર, ગજેન્દ્રસિંહ પરમારની ગરીબ પરિવાર શ્રમજીવીનગરમાં ઘરે-ઘરેથી દર્દીઓને કેમ્પ સુધી પહોંચાડી ૩૦૦ દર્દીઓને પહોંચાડી માનવતાનું પ્રેરણાદાયક કાર્ય કર્યુ હતું.

Previous articleઔદિચ્ય સહ ઝાલાવાડી ચારણીયા સમવાય જ્ઞાતિનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો
Next articleવિકાસ કોનો, કોણે અને કેવી રીતે કરવાનો? : હેમંતભાઈ શાહ