રસીકરણ કાર્યક્રમમાં વધુ ચાર હજાર બાળકોને રસી અપાય

1143

ભાવનગર મહાનગર પાલિકા મેડીકલ વિભાગ દ્વારા સરકારના રસીકરણ કાર્યક્રમ તળે સ્કુલોના ૧ લાખ ૧૯ હજાર, ૪૧પ બાળકોને અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવેલ, અગાઉના આંકડામાં ૪ હજાર પ૬૬ બાળકોનો વધારો થયો છે. ૧ લાખ પ૦ હજારના ટાર્ગેટમાં રસીકરણ કાર્યક્રમમાં ઘટાડો જોવા મળતા કમિશ્નર ગાંધીએ રસીકરણના આખા કાર્યક્રમની સમીક્ષા કરતા ૩૪ સ્કુલોમાં બાળકોને રસીકરણ કાર્યક્રમમાં નબળી કામગીરી થતા તેમણે આ કાર્યક્રમને વેગવંતો બનાવવા તંત્રને ઢઢોળતા વધુ સ્કુલો જેવી કે ઘરશાળા વિગેરે સ્કુલોમાં વધુ બાળકોને રસીકરણ અપાતા તેનો વધુ આંકડો ૪ હજાર ઉપર થવા જાય છે.

Previous articleદબાણ હટાવ ટીમ કાળાનાળા વિસ્તારમાં
Next articleપ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે વિકસાવેલા આધુનિક સાધનોનો વન-ડે ટેકનોલોજી સેમિનાર યોજાયો