ભાવનગર શહેરમાં ફરી એકવાર ગંદકી ગોબરવાડાના લઈને લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપ્યો છે. તમામ વિસ્તારોમાં યોગ્ય પ્રમાણમાં સાફસફાઈ થતી ન હોવાની લોક ફરિયાદો વ્યાપક બની છે. એક તરફ કેન્દ્ર તથા રાજ્ય સરકાર જાહેર સ્વચ્છતા અભિયાનના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે પરંતુ ભાવનગર જેવા પછાત શહેરમાં આળસુ તંત્ર અને કામચોર કર્મચારીઓ તથા શહેરીજનોમાં જાગૃતતાના અભાવે શહેરની સ્થિતિ દિન-પ્રતિદિન બદ્દથી બદતર થતી જાય છે પરંતુ વ્યર્થ તાયફા યોજવામાં માહેર તંત્ર લોકોને ગુમરાહ કરી ઉંધા ચશ્મા પહેરાવી રહ્યું છે. શહેરના નાના-મોટા તમામ વિસ્તારોમાં નિયમિત અને ઉચીત સાફસફાઈનો સદંતર અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે. પરિણામે જન આરોગ્ય જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તંત્ર સાફસફાઈ અંગે નક્કર કામગીરી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.